ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક શહેરોમાં EDએ દરોડા પડ્યા

Contact News Publisher

તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત ઘણા શહેરોમાં આજે એટલે કે મંગળવારે ( 9 એપ્રિલે) ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે) દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે તપાસ એજન્સીની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા ઝફર સાદિકના ઠેકાણા પર કરવામાં આવી છે. EDએ તેના સહયોગીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. 2000 કરોડના ડ્રગ્સની રિકવરી બાદ NCBએ ઝફરની ધરપકડ કરી હતી. હાલ તે તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. ડ્રગ્સ માફિયા ઝફર સાદિક તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સાથે પણ સંકળાયેલા હતા પરંતુ પાર્ટીએ તેમને માર્ચમાં હાંકી કાઢ્યા હતા. ઝફર તમિલ ફિલ્મોના નિર્માતા પણ છે. ડ્રગ્સ સિન્ડિકેટના મામલામાં તપાસ એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDની ટીમે ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ’ એક્ટ હેઠળ ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ટીમની સુરક્ષા માટે હાજર છે.

Exclusive News