કચ્છમાં હીટવેવ તો 13થી 15 એપ્રિલે વરસશે સામાન્ય વરસાદ

Contact News Publisher

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી સાથે આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી આપી છે. તો સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને લઇને અકળામણ અનુભવાશે તેવી આગાહી કરી છે. જ્યારે 13મીથી 15મી એપ્રિલ સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન આપ્યું છે.  13મી એપ્રિલે વલસાડ,નવસારી,સુરત અને ગીર સોમનાથમાં વરસાદ રહેશે. તો 14મી અને 15મી એપ્રિલે છોટાઉદેપુર,દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી 4 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનાં વિસ્તારમાં અકળામણ અનુભવાશે. 13 થી 15 એપ્રિલ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદી વાતાવરણ રહેશે. જ્યારે 14 અને 15 એપ્રિલ છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદ રહેશે.