ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક

Contact News Publisher

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે. અગાઉ પરસોત્તમ રૂપાલાએ સાધુ-સંતો તેમજ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા છે.

ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે. જે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા રોષ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

જાણો સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.