સી.કે. રાઉલજીએ છેડ્યો બોર્ડ નિગમના પદનો મુદ્દો, પ્રદેશ ભાજપના નેતાઓ સામે કાર્યકરોની દુઃખતી નસ દબાવી

Contact News Publisher

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ લોકસભા ઉમેદવાર ઉમેદવારીપત્ર ભરવા જાય તે પહેલાં યોજાયેલી જાહેરસભામાં બોર્ડ નિગમનો મુદ્દો છેડીને ચર્ચા જગાવી છે. લોકસભા ચૂંટણી બાદ સી.કે.રાઉલજીએ ગાંધીનગર જઈને રજૂઆત કરવાની વાત કરી છે. ત્યારે ગુજરાતમાં 60થી વધુ બોર્ડ નિગમમાં વિવિધ પદ ઘણાં સમયથી ખાલી છે. 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ નિગમના હોદ્દેદારોના રાજીનામા લઈને પ્રદેશ ભાજપે નામ પણ મંગાવ્યા હતા.

હોદ્દા મળવાની કાર્યકરોમાં આશા જાગી હતી
જિલ્લા પ્રમુખ અને સાંસદો પાસેથી યોગ્ય કાર્યકરના નામ મંગાવતા નિગમમાં હોદ્દા મળવાની કાર્યકરોમાં આશા જાગી હતી. વિધાનસભા ચૂંટણીમાં પડતા મૂકાયેલા નેતાઓને તેમજ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાં કેટલાંક નેતાઓને બોર્ડ નિગમમા તક મળી શકે તેમ હતી. પરંતુ, ભાજપના કાર્યકરોની આશા ઠગારી નિવડી હતી. લોકસભા ચૂંટણી સમયે સી.કે.રાઉલજીએ બોર્ડ નિગમના પદનો મુદ્દો છેડી પ્રદેશ ભાજપના નેતાઓ સમક્ષ કાર્યકરોની દુઃખતી નસ દબાવી છે.

બોર્ડ નિગમની સ્થિતિ શું છે?
60થી વધુ બોર્ડ નિગમમાં પદો છેલ્લા કેટલાય સમયથી ખાલી છે. વર્ષ 2022ની ચૂંટણી અગાઉ હોદ્દેદારોના રાજીનામા લીધા હતા. પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટેના નામો મંગાવ્યા હતા. જિલ્લા પ્રમુખ, સાંસદ સહિતના હોદ્દેદારો પાસે નામો મંગાવ્યા હતા. ચૂંટણી દરમ્યાન જે નેતાઓને પડતા મુકાયા હતા તેમને તક મળી શકે એમ હતી. પક્ષપલટુઓને પણ જે તે સમયે બોર્ડ-નિગમમાં ગોઠવવાની તજવીજ ચાલતી હતી.

આ વિભાગો પર છે નજર!
ગુજરાત પવિત્ર યાત્રાધામ
ગુજરાતના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેઠળ બે વિભાગ
વન અને પર્યાવરણ વિભાગ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
ઉદ્યોગ, ખાણ વિભાગ અને તેના 15 જેટલા પેટા વિભાગ
રોડ અને બિલ્ડિંગ વિભાગ
પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ
ગૃહનિર્માણ વિભાગ
પંચાયત ગ્રામીણ ગૃહ અને ગ્રામ્ય વિકાસ વિભાગ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
નારી અને બાળ કલ્યાણ વિભાગ
નર્મદા વોટર રિસોર્સિઝ અને કલ્પસર વિભાગ
ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ
સાયન્સ અને ટેકનોલોજી વિભાગ

બોર્ડ નિગમમાં ક્યા હોદ્દા મળે?
ચેરમેન
વાઇસ ચેરમેન
ડિરેક્ટર
સભ્ય