જૂનાગઢ તોડકાંડ: સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને જેલમાં જ રહેવું પડશે, કોર્ટે જામીન અરજી ફગાવી

Contact News Publisher

કથિત જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ તોડકાંડના આરોપી તરલ ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. હાલ તો તરલ ભટ્ટને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટના જજ એચ.એ.દવેએ જામીન અરજી ફગાવી દીધી. મહત્વનું છે કે તરલ ભટ્ટે બેંક એકાઉન્ટ ફ્રિઝ અને અનફ્રીજ કરીને કરોડો રૂપિયાનો તોડકાંડ કરીને કૌભાડ આચર્યું હતું.

બેંક ખાતા ફ્રિઝનો મામલો
કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરાયેલા તરલ ભટ્ટે અગાઉ વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. ATSએ જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ તેજ કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ છે. ઘણા ખાતાની માહિતી પોલીસને ન અપાઈ હોવાનો પણ દાવો થયો છે.

2008માં PSI તરીકે જોડાયો હતો
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિવાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા.