સમાધાન પંચે 1 હજાર પરિવારને તૂટતાં બચાવ્યા, રિસર્ચમાં જાણવા મળ્યા છૂટાછેડાં લેવાના કારણો

Contact News Publisher

હાલના આધુનિક યુગમાં છૂટાછેડા લેવું જાણે સામાન્ય બની ગયું હોય તેમ છુટાછેડાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં થયેલા સંશોધનમાં છુટાછેડાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજકોટ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતીએ છૂટાછેડા લીધા છે.

છૂટાછેડાનું પ્રમાણ વધ્યું
સામાન્ય રીતે છુટાછેડાના કારણોમાં વધુ પડતો સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ, સહનશક્તિનો અભાવ, દેખાદેખી,અલગ વિચારસરણી જેવા કારણો સામે આવ્યા છે. સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ઘટે તે માટે સમાધાન પંચ પણ કાર્યરત છે. જેમાં સમાજના વડીલો, આગેવાનો સંવાદ કરીને અને મધ્યસ્થી કરીને સમસ્યાનું સમાધાન લાવે છે. આ સંસ્થાઓએ એક વર્ષમાં 1000 પરિવારને તૂટતાં બચાવ્યા છે.

સમાધાનની ફાર્મયુલા ?
રાજકોટમાં નોટરી એસો.ના ચોપડે કાયદેસર નોંધાયેલ છૂટાછેડાના આંકડાની વાત કરીએ તો રાજકોટ શહેર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 2 વર્ષમાં અંદાજિત 4000 દંપતી સામાજિક રીત-રિવાજ પ્રમાણે છૂટાછેડા લીધા છે. વડીલોના સમજણથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધારી શકાય છે તેવું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજે તો સમાધાન માટે પંચ પણ બનાવ્યું છે. સમાધાનની ફાર્મયુલા કેટલાક અંશે સફળ થઈ છે.