દેવી-દેવતાના શરણે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો, આજે નોંધાવશે ઉમેદવારી, જુઓ રૂપાલા વિવાદ પર શું કહ્યું?

Contact News Publisher

સાબરકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર શોભનાબેન બારૈયા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.  ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન શક્તિ પ્રદર્શન કર્યું હતું. હિંમતનગરમાં રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કરશે. તેમજ ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન વિવિધ મંદિરમાં દર્શન કરશે. ભગવાનનાં આશીર્વાદ મેળવી ઉમેદવારી ફોર્મ ભરશે.

ફોર્મ ભર્યા પહેલાં દેવુસિંહ ચૌહાણે સંતોના લીધા આશીર્વાદ
ખેડા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ ઉમેદવારી ફોર્મ ભરશે. દેવુસિંહ ચૌહાણ લોકસભાનાં ઉમેદવાર તરીકે ચોથી વખત ફોર્મ ભરશે. ફોર્મ ભર્યા પહેલા દેવુસિંહ ચૌહાણે સંતોનાં આશીર્વાદ લીધા હતા. વડતાલનાં નૌતમ સ્વામી અને સંત સ્વામીનાં આશીર્વાદ લીધા હતા. ફોર્મ ભર્યા પહેલા દેવુસિંહ ચૌહાણ શક્તિ પ્રદર્શન કરશે. નડિયાદમાં દેવુસિંહ ચૌહાણ સભાને સંબોધન કરશે. સભાને સંબોધન કર્યા બાદ બાઈક રેલી સાથે ફોર્મ ભરશે.

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો ટુંક સમયમાં ઉકેલ આવશેઃ ર્ડાં.હેમાંગ જોશી

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ.હેમાંગ જોશી આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.. ફોર્મ ભર્યા પહેલાં હેમાંગ જોશીએ પરિવાર સાથે પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા હતા.  આજે બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં હું ઉમેદવારી ફોર્મ ભરીશ.. આ ફોર્મ વડોદરાના ઈસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા ભરીશ. વધુમાં હેમાંગ જોશીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, વડોદરા અને ગુજરાતની તમામ 26 બેઠકમાં ભાજપની જીત થશે. આ ઉપરાંત હેમાંગ જોશીએ પરશોતમ રૂપાલાના વિવાદ પર પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદનો ટુંક સમયમાં ઉકેલ આવશે.