રાજસ્થાનમાં લો-પ્રેશરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

Contact News Publisher

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો.
રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવા વરસાદની આગાહી છે.. કચ્છ,બનાસકાંઠા,દ્વારકા અને જામનગરમાં વરસાદ પડી શકે છે . રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકનું તાપમાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે.. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને તાપમાનમાં ઘટાડો થશે.

રવિવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.