સુનીતા કેજરીવાલને મળી મોટી જવાબદારી, ગુજરાત લોકસભા ચૂંટણી માટે બન્યા AAPના સ્ટાર પ્રચારક

Contact News Publisher

ગુજરાત લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં સીએમ કેજરીવાલનું નામ પ્રથમ સ્થાને છે અને તેમની પત્ની સુનીતા કેજરીવાલનું નામ બીજા સ્થાને છે. સ્ટાર પ્રચારકોની યાદી બહાર આવે તે પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં મોટી જવાબદારી નિભાવી શકે છે. ત્યારે હવે લિસ્ટ આવ્યા બાદ તે સ્પષ્ટ થઈ ગયું છે કે, તે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.

સુનીતા કેજરીવાલ પ્રચાર કરશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલ ખૂબ જ એક્ટિવ થયા છે. તેમણે દિલ્હીના લોકો સામે સીએમ કેજરીવાલનો સંદેશ ઘણી વખત વાંચ્યો છે. આ સાથે તેમણે પાર્ટીના નેતાઓ સાથે બેઠક પણ કરી છે અને હવે તે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર હશે જ્યારે સુનીતા કેજરીવાલ પાર્ટીના કોઈ ઉમેદવાર માટે પ્રચાર કરશે.

40 સ્ટાર પ્રચારકોની યાદી
આમ આદમી પાર્ટીના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને અરવિંદ કેજરીવાલ ત્રણેય હાલમાં જેલમાં છે.