પદ્મિની બા વાળાએ સાધુ-સંતના હસ્તે કર્યા પારણા, 14 દિવસથી કર્યો હતો અન્નનો ત્યાગ

Contact News Publisher

પરશોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ આંદોલનને વેગ આપનાર પદ્મીનીબા વાળાએ અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. પદ્મીનીબા વાળા ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ આ વિવાદ બાદ પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ન ત્યાગ પર હતા.

ગત રોજ તેમની અચાનક તબિયત બગડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે તેમને નબળાઈ આવી હતી.

ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને પારણા કરવા માટે ટેલિફોનિક અને રૂબરૂ સમજાવ્યા હતા. ત્યાર પછી તેમણે સાધુ-સંતના હસ્તે પારણાં કર્યા હતા.