ચૂંટણી પંચની સ્પષ્ટ ચેતવણી: ‘નેતાજીઓ વાણીવિલાસ કરતાં બચે..’

Contact News Publisher

રાજ્યમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભંગના દાયરામાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે જો વાણીમાં સંયમ નહીં જળવાય તો કસૂરવારો સામે સખ્ત પગલાં લેવામાં આવશે. રાજ્યના મુખ્ય નિર્વાચિન અધિકારીએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે.

 

વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ જો અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય એ કહ્યું હતું કે ચૂંટણી પંચે ૧૯ કેસોમાં સુઓમોટો કાર્યવાહી કરી છે, જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે. કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરાશે. ચૂંટણીની સભાના કિસ્સામાં કોઈ આચાર સંહિતાનો ભંગ થયો છે કે નહીં તે બાબતોની ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે.

Exclusive News