બુલેટમાં મોડીફાઈડ સાયલન્સર નખાવ્યું તો ગયા સમજો, સુરતમાં 200થી વધુ બુલેટ કબજે

Contact News Publisher

સુરતમાં પોલીસની અનોખી કામગીરી સામે આવી છે.છેલ્લા એક મહિનામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 3 હજાર 498 બાઇક જપ્ત કરી 17 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશન,ઉમરા પોલીસ સ્ટેશન,વેસુ પોલીસ સ્ટેશન,અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીક એન્ડ દરમિયાન મોડીફાઇ બાઈક શોધી કાઢવાની મુહીમ શરૂ કરવામાં આવી હતી.

ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા સકંજામાં
જેમાં એક મહિનામાં 3498 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા. મોટાભાગે બુલેટ બાઇકમાં મોડિફાઇડ સાયલેન્સર લગાવવામાં આવ્યું હતું. મોડીફાઈડ સાયલન્સર લગાવેલા 200થી વધુ બુલેટ કબજે કરાયા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું જે બાઈક મોડીફાઇ કરવામાં આવે છે અને ખાસ કરીને સાઇલેન્સર મોડીફાઇ કરવામાં આવે છે તેમાં 125 ડેસીબલ જેટલો અવાજ આવતો હોવાનું નોંધાયું હતું.

સુરત પોલીસની કડક કાર્યવાહી
જેને લઇને ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું, જોકે હાલ પોલીસે આ તમામ બાઇક કબજે કરી યોગ્ય દંડ વસૂલી બાઇક મુક્ત કર્યા છે. આરટીઓને પણ આ સમગ્ર વિગતો અંગે જાણકારી આપવામાં આવી છે. સુરતના ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા, અઠવા અને પાંડેસરા પોલીસ સ્ટેશન મથકમાં 200થી વધુ બુલેટ જપ્ત કરાયા છે. અત્રે જણાવીએ કે, છેલ્લા એક અઠવાડિયાથી પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.

Exclusive News