વાલીઓ-શિક્ષકો એલર્ટ! ગરમીને જોતાં પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર, ગાંધીનગરથી છૂટયો આદેશ

Contact News Publisher

હાલ સમગ્ર રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ પ્રાથમિક શાળાઓના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષક નિયામકે નિર્ણય જાહેર કર્યો છે કે, પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો રહેશે. જે અનુસંધાને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ પણ કરવામાં આવી છે. સાથો સાથ ઓપન એર ક્લાસ ન લેવા પણ સૂચના અપાઈ છે તેમજ શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવાના ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવા પણ આદેશ આપ્યો છે

અગાઉ 7થી 12 વાગ્યાનો સમય કરાયો હતો
અત્રે જણાવીએ કે, અગાઉ જિલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આવ્યો હતો કે, સ્કૂલનો સમય સવારે 7 થી 12 વાગ્યાનો રહેશે. રાજ્યમાં હિટેવેવને લઈ એક્શન પ્લાન 2024ના પગલે આ સવારની શાળાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
તો બીજી તરફ કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે.
ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો
ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી

Exclusive News