વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વાલ્વ લીકેજ થતા પાણીનો બગાડ, જુઓ વીડિયો

Contact News Publisher

વડોદરામાં એક તરફ પાણીનો કાપ છે તો બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. ટાંકીના વાલ્વમાં ભંગાણ સર્જાતા છેલ્લા પાંચ દિવસથી પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થઈ રહ્યું છે.

સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં
સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, વાલ્વનું કામ નબળું હોવાથી પાણી લિંકજના પ્રશ્નો ઉદભવે છે. વધુમાં કહ્યું કે, રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કઈ પણ કાર્યવાહી કરતું નથી અને આમ ભર ઉનાળે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તાત્કાલિક વાલ્વનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે.

Exclusive News