નરેન્દ્ર મોદીને લોકતંત્રની થપ્પડ મારવા માંગું છું : મમતા બેનરજી

Contact News Publisher
લોકસભા 2019 ની ચૂંટણી શરૂઆતથી જ વિવાદિત રહી છે ,રાજકીય પક્ષો મૂળ મુદ્દાને બાજુમાં રાખી એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે .ક્યાંક મીડિયા પોતાનો પત્રકારત્વ ધર્મ ચૂકી રહયું છે , ક્યાંક નેતાઓ પોતાની જીભ પર કાબૂ નથી રાખી રહ્યા, નેતાઓનાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો 2019 ની ચુંટણી માં લોકોને યાદ રહેશે ,મતદારોનો મૂળ પણ બદલાયો છે, સાચું કહીએ તો મતદારો પણ આવી વાહિયાત ભાષણબાજીથી કંટાળ્યા છે.
 ત્યારે એની વચ્ચે વધુ એક વિવાદિત બયાન સામે આવ્યું છે ,જેમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે હું નરેન્દ્ર મોદીને લોકતંત્રની થપ્પડ મારવા માંગું છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારના ફરી એકવાર નરેન્દ્ર મોદીને લઇને એક વિવાદિત ભાષા બોલ્યા હતા ,મમતા બેનર્જી કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળમાં આવે છે ત્યારે ટોળા બાજી નું બયાન આપે છે, તો હું એને લોકતંત્રની થપ્પડ મારવા ઇચ્છું છું. પશ્ચિમ બંગાળના પુરુલિયા માં એક જનસભામાં મમતા બેનરજીએ  સરકાર ની ઉપલબ્ધિ બતાવતા કહ્યું હતું કે શું પીએમ નરેન્દ્ર મોદી પુરુલિયા ના આદિવાસીનાં ગામડા વિશે જાણે છે?  કે શું અત્યાર સુધી અહીં 300 આઈ.ટી.આઈ કોલેજ બની ચૂકી છે એનાં વિશે મોદી જાણે છે ? દિલ્હીમાં  નરેન્દ્ર મોદી પાંચ વર્ષથી છે પરંતુ એમણે શું કર્યું?  મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ,વધુમાં મમતાએ એમ પણ કહ્યું હતું કે હું મારી જાતને વેચીને રાજનીતિ નથી કરતી .હું મોદીથી ડરતી નથી, કેમકે હું હંમેશા નીડર બનીને જિંદગી જીવી છું. આગળ મમતા એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી જેવો જુઠો માણસને મેં આજ દિવસ સુધી જોયો નથી .
એમણે આક્ષેપ કાર્યો કે 22 લાખ બંગાળીઓના નામ કાપી નાખવામાં આવ્યા છે, મહારાષ્ટ્ર અને યુપીથી  બિહારીઓને ભગાડવામાં આવી રહ્યા છે,  મમતાએ કહ્યું કે પ્રાકૃતિક આપદા અને પૂર ગ્રસ્ત સમય નરેન્દ્ર મોદી બંગાળ નથી આવતા. મોદી સરકાર પર હુમલો કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે  ૧૨૦૦૦ ખેડુતો આત્મહત્યા કરી ચુક્યા છે .યુપીનો ચામડાનો વ્યવસાય બંગાળમાં આવી ગયો છે, અત્રે ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ને કંકોડા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક હુમલો કર્યો હતો, આ વખતે બકુડા સંસદીય ક્ષેત્રના પાર્ટીનાં ઉમેદવાર મુખર્જીનાં સમર્થનમાં આયોજિત ચૂંટણી સભામાં સંબોધિત કરતા નરેન્દ્ર મોદીને કોમવાદી નેતા કહ્યા હતા. મમતાએ કહ્યું કે  નરેન્દ્ર મોદી ખોટું બોલી રહ્યા છે ,એમની રાજનીતિ પણ જુઠી રાજનીતિ છે . તેઓ ખોટી અને જુઠી રાજનીતિ કરીને કેન્દ્રની સત્તા ઉપર બેસવા માંગે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *