કચ્છના તમામ ઢોરવાડા-ગૌશાળા-પાંજરાપોળોને ૩૧ માર્ચે રૂ. ૭૯.૭૭ કરોડનું ચૂકવણું કરી દેવાયું

Contact News Publisher

તંત્ર દ્વારા ત્વરિત કામગીરીથી સંચાલકોમાં આનંદની લાગણી

કચ્છના તમામ ઢોરવાડા-ગૌશાળા-પાંજરાપોળોને

૩૧ માર્ચે રૂ. ૭૯.૭૭ કરોડનું ચૂકવણું કરી દેવાયું

ભુજ,રવિવારઃ

       કચ્છમાં અબોલ પશુઓ માટે અછતની પરિસ્થિતિમાં ખોલવામાં આવેલા તમામ સંસ્થાગત ૪૧૭ ઢોરવાડાઓ અને ૧૩૬ ગૌશાળા-પાંજરાપોળોને  આજે માર્ચના અંતિત દિને વહીવટીતંત્રના રાત-દિવસના અથાક પ્રયાસો સાથે ત્વરિત કામગીરી કરાવાની સાથે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના પ્રેરક માર્ગદર્શનને પરિણામે અછતનો સામનો કરી રહેલા પશુધનનો નિભાવ કરી રહેલા તમામ ઢોરવાડા અને ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને રૂ. ૭૯૭૭.૨૭ લાખનું તંત્ર દ્વારા તાત્કાલિક ચૂકવણું કરી દેવાતાં આનંદની લાગણી ફેલાઇ છે.

        અછત શાખા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર અછતના કપરા કાળમાં પશુપાલકોને ૧,૦૪,૦૮૧ ઘાસકાર્ડ દ્વારા ૬.૨૪ કરોડ કીલો ઘાસચારાનું વિતરણ પણ કરી દેવાયું છે. કચ્છમાં અત્યારે ૪૧૭ કેટલ કેમ્પ ખોલાઇ ચૂકયાં છે.  ભુજ તાલુકાના તમામ ૧૫૫ ઢોરવાડા અને ૪૩ ગૌશાળા-પાંજરાપોળોને ૧૫મી માર્ચ સુધીની રૂ. ૧૮૮૩.૧૪ લાખની રકમ ચૂકવાઇ ગઇ છે.

        આજે વહીવટીતંત્ર દ્વારા અપાયેલ વિગતો અનુસાર અંજાર-ગાંધીધામ તાલુકાના પણ ૩૩ ઢોરવાડા-૩૧ ગૌશાળાઓને  રૂ. ૭૯૮.૧૩ લાખ, ભચાઉ-રાપર તાલુકાના ૧૬ ઢોરવાડા-૨૮ પાંજરાપોળને રૂ. ૨૦૦૭.૦૭ લાખ, જયારે માંડવી-મુંદરાની ૨૨ ગૌશાળા-પાંજરાપોળો અને ૨૭ ઢોરવાડાઓને રૂ. ૧૩૬૪.૨૮ લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે.

આ ઉપરાંત નખત્રાણા-લખપત તાલુકાના ૧૧૯ ઢોરવાડાઓ અને ૪ ગૌશાળા-પાંજરાપોળોને રૂ. ૯૨૧.૬૨ લાખ અને અબડાસાના ૬૭ ઢોરવાડાઓ અને ૮ ગૌશાળા-પાંજરાપોળોને રૂ. ૧૦૦૩.૦૩ લાખ મળીને કચ્છમાં કાર્યરત તમામ ૪૧૭ ઢોરવાડા અને ૧૩૬ ગૌશાળા-પાંજરાપોળોને આજે માર્ચ-અંતિત દિને રૂ. ૭૯૭૭.૨૭ લાખની રકમનું ૧૫-૩-૨૦૧૯ સુધીનું ચૂકવણું તંત્ર દ્વારા કરી દેવાતાં આવતાં ઢોરવાડા અને ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *