અલગ કચ્છની લડતનું ફરીએકવાર સુરસૂરિયું, ફરી વર્ષો લાગશે મશાલ પ્રજ્વલિત થતાં

Contact News Publisher

કચ્છ ક્રાંતિ યાત્રા
રણજીત વિલા ભુજ કચ્છ.
મશાલ જલી હૈ તો અબ આગ ભી લગેગી ,
(ત્રણ વર્ષ પહેલાંની તસ્વીર, ત્રણ વર્ષ પહેલાંની વાત, એ ત્રણ વર્ષ પહેલાંની કચ્છ ક્રાંતિ યાત્રા , ત્રણ વર્ષ પહેલાં વર્ષો પહેલાં ડૉ. મહિપતરાય મહેતાએ પ્રજ્વલિત કરેલ મશાલને 3 વર્ષ પહેલાં મૂળ કાઠડા અને મુંબઈને કર્મભૂમિ બનાવી ત્યાં બેઠા બેઠા કચ્છમાં ક્રાંતિ આવે એની ચિંતા અને પ્રયત્નો કરતાં હતાં એ પ્રફુલભાઈ ગોસ્વામીએ ફરી અલગ કચ્છની લડત ચલાવી અને એને નામ આપ્યું ” કચ્છ ક્રાંતિ યાત્રા ” , પણ અફસોસ કે ફરી એકવાર કચ્છી માડુએ પોતાની ઉદાસીનતા છતી કરી દીધેલી, પ્રફુલભાઈએ જે મશાલ પ્રકટાવી હતી એનાં ઉપર ઉદાસીનતાનું પાણી અને જાગૃતિનાં અભાવનો પવન ફૂંકીને કચ્છી માડુઓએ ફરી એકવાર અલગ કચ્છની પ્રકટેલી મશાલને ઓલવી નાંખી, 3 વર્ષ પહેલાં ભુજ રણજિત વિલાસમાં કચ્છ ક્રાંતિ યાત્રા નિષ્ફળ ગઈ, લોકો ન આવ્યા, પણ એ નિષ્ફળતા પ્રફુલભાઈ ગોસ્વામીની નહીં , પણ આપણાં સૌ કચ્છી લોકોની હતી , આપણાં કચ્છની હતી, હવે ફરી વર્ષો લાગશે અને ફરી કોઈક બૂઝેલી” અલગ કચ્છ”ની મશાલને પ્રકટાવશે, પણ જોવાનું એ રહેશે કે ત્યારે પણ ડૉ. મહિપતરાય મહેતા અને પ્રફુલભાઈ ગોસ્વામીનાં સમયમાં હતાં એવાં જ કચ્છી લોકો ઉદાસીન હશે કે પછી જાગૃત ?)
આજે પ્રફુલભાઈ આપણી વચ્ચે નથી , પણ એમને ક્યારેય પણ જાગૃત કચ્છી લોકો ભૂલી નહીં શકે , જેમ ડૉ. મહિપતરાય મહેતાને નથી ભૂલ્યા….

– જામ જયમલસિંહ એ.બી. જાડેજા
94287 48643
97252 06123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *