કોણ હતા તે કચ્છના ૬ યુવાનો? જેમણે ગાંધીજી સાથે મળીને અંગ્રેજ સરકારને ઘૂંટણિયે પાડી દીધી

Contact News Publisher

12 માર્ચ 1930. આ તે તારીખ હતી જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન મહાત્મા ગાંધીજીની સાથે જે યાત્રીઓએ દાંડીમાં મીઠાનો કાળો કાળદો તોડ્યો હતો. તેમાંથી મોટાભાગના સત્યાગ્રહી 16થી 25 વર્ષના હતા. તેમાંથી ૬ યુવાનો કચ્છના હતા. આ બધા યાત્રીઓએ ગાંધીજીના મંત્રને આખા દેશમાં સંચારિત કરવામાં કચ્છના આ ૬ યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ કચ્છના ૬ યુવાનો જેમાં પૃથ્વીરાજ લક્ષ્‍મીદાસ આસર જેઓ કચ્છના વતની હતા. તે આશ્રમ વિદ્યાલયના વિદ્યાર્થી હતા. આંદોલન દરમિયાન તેમની ઉંમર માત્ર 19 વર્ષની હતી. માધવજીભાઈ ઠક્કર જેઓ કચ્છના વતની અને લંડનમાં રહેતા સફળ વ્યવસાયી હતા માધવજી ઠક્કર. કોલકાતામાં સારા ચાલી રહેલા વ્યવસાયને છોડીને તે આશ્રમમાં જોડાયા હતા. આંદોલનમાં જોડાયા ત્યારે તેમની ઉંમર 40 વર્ષ હતી. કચ્છના નારણજીભાઈ ઓડિશામાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 22 વર્ષના હતા. મગનભાઈ વોરા જેઓ મૂળ કચ્છના અને ઓડિશામાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 25 વર્ષના હતા. કચ્છના ડુંગરશીભાઈ પોતાના પ્રદેશમાં જાણીતા ખાદી કાર્યકર્તા હતા. આંદોલન દરમિયાન તે માત્ર 27 વર્ષના હતા. કચ્છના જેઠાલાલ રૂપારેલ 25 વર્ષની ઉંમરે આંદોલનમાં જોડાયા. તેમણે ખાદી વિભાગમાં પણ કામ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *