ઈતિહાસની અટારીએથી : શું હતી એ દાંડી યાત્રા? જાણો અતથી ઈતી સુધીની સફર

Contact News Publisher

આવતા વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરને ખાસ બનાવવા માટે મોદી સરકાર દ્વારા અત્યારથી ખાસ આયોજન કરવામાં આવ્યા છે, દેશમાં અત્યારે અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત આજે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્ય અને અમૃત મહોત્સવમાં આજે દાંડી માર્ચને લીલી ઝંડી બતાવી હતી. જેમાં આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાયા હતા.

મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930ના દિવસે સાબરમતી આશ્રમથી દાંડી સુધી યાત્રા કરી હતી, મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં યાત્રા કરવામાં આવી હતી, જેમાં ગાંધીજી અને તેમના અનુયાયીઓ 25 દિવસ બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલે દાંડી પહોચ્યાં હતા, આ દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. ગાંધીજીએ દાંડી પહોંચી ચપટી મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. મીઠાના સત્યાગ્રહને કારણે દેશમાં સ્વતંત્રતા સંગ્રામમાં એક નવો સંચાર થયો હતો. આ 12 માર્ચ 1930ના દિવસને આઝાદીની ચળવળની દિશા બદલી નાખનાર ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. ગાંધીજીની દાંડી યાત્રાથી આખી અંગ્રેજ સન્તલત હચમચી ગઈ હતી. જે દરમ્યાન નવસારી પાસે હાંસાપોર ફાટકે અંગ્રેજોએ અડધી રાતે ટ્રેન રોકાવી હતી. ગાંધીજી દાંડી આવ્યા ત્યારે તેઓ વ્હોરા સમાજના 51મા ધર્મગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબના ઘરે રોકાયા હતા. ટાઈમ પત્રિકાએ 31 માર્ચના અંકમાં ગાંધીજીની તસ્વીર છાપી હતી, આ મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60 હજાર ભારતીયોને જેલમાં પુરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News