મા ન્યૂઝનો આજે સ્થાપના દિન : અડગતાથી ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં સાતત્યપૂર્ણ પ્રવેશ

Contact News Publisher

લોકશાહીનો ચોથો પાયો સમાચાર માધ્યમોનો છે. જેને ‘ચોથી જાગીર’ જેવું હુલામણું નામ પણ પત્રકારોએ જ આપ્યું છે. આ ચોથી જાગીર બાકીના ત્રણેય પાયાની કાનપટ્ટી પકડે છે. લોકશાહીને ટકાવવામાં અને સતત જાગૃત રાખવામાં સમાચાર માધ્યમોનો ફાળો નોંધપાત્ર છે. આ ચોથી જાગીરે અન્ય ત્રણ પાયાને કાબુમાં રાખ્યા છે તેમજ વારંવાર તેમની ભૂલોને પ્રજા સમક્ષ મુકી છે.

પાછલા ૧૪ વર્ષોથી સતત કચ્છની પ્રજાની સાથે રહી, હમેશા છેવાડાના સામાન્ય વ્યક્તિની વાચા બની તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપનાર ”મા ન્યૂઝ” ને ”કચ્છી માડુએ મુઠ્ઠીઉંચેરું સ્થાન આપ્યું છે, જેના ફળશ્રુતિના ભાગરૂપે આજે મા ન્યૂઝ કચ્છમાં સૌથી વધુ લોકપ્રિય અને વિશ્વાસપાત્ર ટીવી ન્યૂઝ ચેનલ તેમજ મા ન્યૂઝની યૂ ટ્યૂબ ચેનલ ” મા ન્યૂઝ લાઈવ” એ બહુ ટૂંકા સમયગાળામાં ૧,૭૮,૦૦૦ થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી કચ્છની નંબર ૧ સમાચાર માધ્યમ બનવા પામ્યું છે.

કચ્છમાં દુકાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, નોટબંધી હોય કે હાલમાં સમગ્ર વિશ્વ વ્યાપી કોરોના મહામારી જેવી અનેક આપતિ સમયમાં ”મા ન્યૂઝ” પોતાનો પત્રકારીત્વ ધર્મને નિભાવતા કચ્છની સાચી પરિસ્થિતીનું આંકલન કરી સ્પષ્ટ ચિત્ર જનતા સમક્ષ રજૂ કરી હમેશા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું છે, આ જ કારણોસર ”મા ન્યૂઝ” વ્યાપ ન માત્ર કચ્છ કે ગુજરાત પૂરતો પણ દેશ બહાર વસતાં કચ્છી પ્રજાજનો માટે યૂ ટ્યૂબ ચેનલ ” મા ન્યૂઝ લાઈવ” ના માધ્યમથી બહોળો દર્શકગણ ધરાવે છે.

ત્યારે આજરોજ મા ન્યૂઝ અડગતાથી ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં સાતત્યપૂર્ણ પ્રવેશ કરવાની સાથે સાથે હાલ પ્રવર્તમાન ” ન્યુ નોર્મલ ” જીવનશૈલી સાથે અનેક પડકારો વચ્ચે ” મા ન્યૂઝ” ભવિષ્યમાં પણ કચ્છી માડુઓના પ્રાણ પ્રશ્નોને પ્રાથમિકતા આપી પ્રશાસન સુધી વાચા આપવા હર હમેશ કટ્ટીબધ્ધ હતી અને રહેશે.

10 thoughts on “મા ન્યૂઝનો આજે સ્થાપના દિન : અડગતાથી ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં સાતત્યપૂર્ણ પ્રવેશ

  1. Pingback: แทง pubg
  2. Pingback: polaris snowmobile
  3. Pingback: ks lumina pod
  4. Pingback: พรมรถ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News