આજે બપોરે 2.20 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, એ પહેલાં જોઈએ લોકોએ શું લીધા શપથ ?

Contact News Publisher

ફેકમ ફેક : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

દિવસ બદલાયો , ચહેરો બદલાયો …

વિજયભાઈની જગ્યાએ આજે

ભુપેન્દ્રભાઈ નામનો શબ્દ છવાયો..

 

” વાહ કાના વાહ “, આજે આવતાં વેંત જ કાનો કવિની ભાષામાં જામી પડ્યો, અને એની બનાવેલી કવિતાને જાણે રામાએ પ્રોત્સાહિત કરી હોય એમ મંડ્યો વખાણ કરવા..

જોકે જાણે અજાણે કાનાએ મોટી વાત કરી દીધી, આ બધી જ રમત છે શબ્દની , આજે હરામ જો કોઈ વિજયભાઈ કે રૂપાણી એવો શબ્દ લખ્યો હોય કે વાંચ્યો હોય એકાદ બે અપવાદ વગર… આતો વિજયભાઈ નારાજ થયા એનાં સમાચાર ચગ્યા , બાકી એ સાચું કે ખોટું એ તો વિજયભાઈ જાણે, રામ જાણે કાં મોદી જાણે….

આપણે તો અનુમાન લગાડવાનું અને ફેંકવાનું. .

એક વાત જોઈ ? છેલ્લા બે દિવસ ચેનલો વારા અને છાપા વારાને સમાચારો ગોતવા જવા નથી પડ્યા, લેખેલા ચાર નામમાં બે દિવસ કાઢી નાંખ્યા અને એ પણ જોરદાર TRP માં !

સાચું કહું તો હવે બધે એક જ સમાચાર જોવા અને વાંચવા મળે છે , એકાદ બે Exclusieve  news ને બાદ કરતાં બધે જ જાણે copy pest…

   એ તો ઠીક પણ કોઈ કહેશે કે વિજયભાઈ પાસે ના – રાજીનામું લેવડાવ્યું શું કામ ?

મેઠિયાએ સવાલ કર્યો અને કાસુએ જવાબ આપ્યો :

“આગામી ચૂંટણી વિજયભાઈનાં નેતૃત્વ માં જીતી શકાય તેમ ન લાગતાં આખરે એમને કાઢવામાં આવ્યા”

કાસુનો જવાબ અનેક સવાલ પેદા કરી ગયો, શું આ 2022 માટેની પૂર્વ તૈયારી હતી ? શું BJP માની લીધું કે છબી ખરાબ થઈ છે ? 

શું આમ આદમીની entry ગુજરાતમાં BJP ને ડરાવી રહી છે? 

કે 2017નો દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ – એમ પાટીદારો આ ફેરે પણ નારાજ થયા તો ભુક્કા બોલાવી નાખશે એવી બીક ઘર કરી ગઈ છે ?

સવાલ ઘણાં છે , પણ જવાબ એક છે કે :

ગુજરાતમાં પાટીદારો કેન્દ્ર સ્થાને રહ્યા છે !

2017 માં પાટીદારો વિરોધમાં હતા BJP થી તો કોંગ્રેસ સતાની નજીક આવી ગઈ હતી…

પણ પ્રશ્ન એ ઊભો થાય કે  ભુપેન્દ્રભાઈ ને cm બનાવવા થી પાટીદારો રાજી થશે ?

બીજા પાટીદારોની ખબર નથી પણ ખૂદ નીતિનભાઈ પટેલ નારાજ થયા હોય એવા સમાચાર ઠેર ઠેર વાંચવા મળ્યા…

આજે લોકોએ અડવાણી અને નીતિન પટેલને એકસાથે યાદ કર્યા ! Dy Pm અને Dy Cm એમ બંનેની તસવીરો એકસાથે રાખીને બંનેનાં ઉદાસ ચહેરા અને અધૂરાં સપનાંની ટ્વિટ વાયરલ થઈ.

   નેતાઓ કોઈ સંત નથી , જોકે આજે અમુક સંતો પણ નેતાઓથી ઓછા ઉતરે એમ નથી ગાદીની બાબતે , એટલે કોઈપણ પક્ષ હોય આખરે દોડ તો ગાદી સુધી પહોંચવાની જ છે ! એ પછી ભાજપ હોય , આપ હોય કે કોંગ્રેસ… હવે સ્થિતિ એ થઈ કે ભાજપને કોઈ અન્ય પક્ષોથી ડર છે એનાં કરતાં ખૂદ ભાજપ થી જ ભય પેદા થયો હોય એવું દેખાઈ આવે છે.

આખરે કેટલાને રાજી કરવા? કેટલી જ્ઞાતિને રાજી કરવી , કેટલી છાવણીને રાજી રાખવી ?

એકબાજુ ,આપ તરફ પાટીદારો વળી રહ્યા છે, બીજી બાજુ પાટીદારોને રાજી રાખવા પુરુષોત્તમ રૂપાલા , મનસુખભાઇ માંડવીયા ને કેન્દ્રમાં મહત્વનું સ્થાન એટલે પાટીદારોને ખૂશ રાખી શકાય…

હવે થાય છે એવું કે પાટીદારોને સાચવવા જતાં અન્ય સમાજ નારાજ થયો હોય એવા અનેક msg વાયરલ થયાં છે.

ભાજપને ભાજપ થી જ ખતરો છે ?

આમ આદમી થી ડરી ગઈ BJP ?

શું 2022 માં ભાજપને સીટો ઘટશે ? 

એક સાથે અનેક સવાલોનો મારો બુદ્ધિયાએ કરી નાંખ્યો.

આજે અનેક ટ્વિટ વાયરલ થઈ , શરૂઆત પાટીદાર નેતા પણ વિરોધ પક્ષનાં એવા હાર્દિક પટેલની ટ્વીટ થી કરીએ 

હાર્દિક પટેલ ની ટ્વિટ :

” मैं गुजरात के नवनिर्वाचित मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल को अपनी शुभकामनाएँ देता हूँ।

भाजपा ने आपके रूप में अपना आख़री मुख्यमंत्री बना लिया है, क्योंकि कम से कम अगले 25 वर्षों तक गुजरात की जनता, अब गरीब और युवा विरोधी भाजपा को सत्ता से बाहर रखने का मन बना चुकी हैं। “

 

એક વાત નોટ કરવા જેવી હાર્દિક પટેલ અને CR પાટીલનાં આત્મવિશ્વાસને દાદ દેવી પડે હો…

CR પાટીલ આવ્યા છે ત્યારથી 182 ને પકડી રાખી છે.

જુઓ એનું ટ્વીટ :

“શ્રી @Bhupendrapbjp જીને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે પદનામિત થવા બદલ અનેકગણા અભિનંદન પાઠવું છું. “

તરત જ બીજું એક ટ્વીટ આવ્યું : 

“આવનારા ઇલેક્શનમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી 182 સીટનો ટાર્ગેટ પૂર્ણ કરશે એની ખાતરી છે.”

હાલ થોડા સમય પહેલાં જ સી.આર. પાટીલે કહ્યું હતું કે 2022 ની ચૂંટણી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને લડવામાં આવશે…

ખરેખર આજે કંઈક , ને કાલે કંઈક 

આ તો બોલવું કંઈક અને કરવું કંઈક….

વાહ વાહ ,કાના એ ફરી એક રચના ફટકારી …

જોકે કાના ની કવિતાને બાજુમાં રાખીને CR પાટીલની ટ્વીટને મળેલી રિટ્વિટ પણ વાંચવા જેવી છે.

એક યુઝર્સ લખે છે : 

હા સાહેબ અમને ખબર છે…. પણ ખાલી ૮૨ સીટ મળે તો પણ સારું છે તમારા માટે…. કેમ કે હવે આ ગુજરાત રાજ્ય પાસે માનનીય શ્રી મોદી સાહેબ જેવા અડીખમ આગેવાન નથી…

અન્ય એક ટ્વીટ જે આપ કન્ફોર્મ કરી શકો છો એક યુઝર્સ દ્વારા જ લખાયેલી છે: 

થોડું માપ રાખો ને ભૈ… બધા સરખા જ ભેગા થયા છે… અબ કી બાર ઇતની પાર… પણ થતું કંઈ નથી… જોયુ દિલ્લી… બંગાળ… આખા દેશે ના જોયું…UP પણ ક્યાં દૂર છે…બધું માપે માપે સારું ભૈ.. બોલવાના કંઈ પૈસા નથી પણ સજ્જન માણસો તોલી તોલી ને બોલે .. અને તમે તો બહુ સજ્જન છો.

એક વાત સ્પષ્ટ છે કે હવે લોકો અખબાર અને TV નાં ઓશિયાળ નથી રહ્યા , આજે સોશ્યલ મીડિયા સ્ટ્રોંગ છે , આજે મીડિયા માટે લોકો બે શબ્દો વાપરતાં થઈ ગયા છે , એક ગોદી મીડિયા અને બીજો વિરોધી મીડિયા!

જવા દો , વાત કરીએ New CM ની 

હા , તો એક દાદા ભગવાનનાં કોઈ સત્સંગીએ નવાં CM વિશે લખ્યું હોય એમ લાગે છે , જુઓ :

” દાદા એ કહ્યું હતું કે હવે ચોખ્ખા માણસો રાજગાદી પર આવશે અને ભારત અને દુનિયા નો નકશો બદલવા માં મોટું નિમિત્ત બનશે. ખૂબ ખુશી થઈ. દાદા ના મૂર્ધન્ય મહાત્મા CM બન્યા. “

અન્ય msg માં હવે શું કરશો એની ચિંતા વ્યક્ત કરી છે : 

(૧) લોકરક્ષક ભરતી 2018 19 નું વેઇટિંગ લિસ્ટ જલ્દી થી ઓપરેટ કરવા વિનંતી સર…

(૨) 

“સાહેબ તમારી જોડે આશા રાખીએ છીએ કે તમે ગૂજરાત ની  બેરોજગારી દૂર કરશો અને રોજગારી લાવશો,

આરોગ્ય વિભાગ માં 4000 થી વધારે જગ્યા ખાલી છે. Mphw માં 1400+ જિલ્લા પંચાયત માં જગ્યા ખાલી છે.

આતો થઈ કોમનમેનની વાત

હવે જોઈએ ભજપનાં જ નેતાઓએ આપેલ સંદેશાઓની

@ગૃહમંત્રી અમિત શાહ :

श्री @Bhupendrapbjp जी को @BJP4Gujarat विधायक दल का नेता चुने जाने पर हार्दिक बधाई व शुभकामनाएं।

मुझे विश्वास है कि @narendramodi जी के मार्गदर्शन व आपके नेतृत्व में प्रदेश की अनवरत विकास यात्रा को नई ऊर्जा व गति मिलेगी और गुजरात सुशासन व जनकल्याण में निरंतर अग्रणी बना रहेगा।

 

@ આનંદીબેન પટેલ :

ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ…. અભિનંદન

 

@નીતિન પટેલ નો ઉદાસ ચહેરો વારી તસ્વીર વાયરલ થઈ .એમનાં શબ્દો પણ ઘણું કહી જાય છે :

“મારૂ સ્થાન જતું નથી રહ્યું,મારૂ સ્થાન મતદારોના દિલમાં છે,

હું અસલ મહેસાણી છું.. અનેક ઉતાર-ચઢાવ જોયા.. જ્યાં સુધી જનતા અને કાર્યકરના હૃદયમાં છું.. ત્યાં સુધી કોઈ મને કાઢી નહીં શકે…”

 

@ગોરધન ઝડફીયાનો આજે GPP વારો જૂનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ગોરધન ભાઈની આજની ટ્વીટ :

ગુજરાત ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી દળના નેતા તરીકે વરણી થવા બદલ આદરણીયશ્રી @Bhupendrapbjp જી ને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

 

@ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ:

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ…

 

હવે જોઈએ બિન ભાજપી નેતાઓનાં સંદેશાઓને

@ કચ્છ લડાયક મંચનાં રમેશભાઈ જોશી નવું કાઢી આવ્યા કે નવા મુખ્યમંત્રી ભુજ કચ્છનાં વેવાઈ છે

 

@ મહેશ ચૌધરી – કોંગ્રેસ નાં કાર્યકર્તા :

मोदी,शाह की जोड़ी ने 

गुजरात में पटेल

 समाज के सबसे कमजोर चेहरे को मुख्यमंत्री बनाया है,

ताकि पटेल नेतृत्व मजबूत भी ना हो। और पटेलों को भी खुश किया जा सके।

पटेल चेहरा देना इनकी मजबूरी है।

 

છેલ્લે દડે છક્કો : 

નવા મુખ્યમંત્રી કેવા હશે ?

  • શું એ ગુજરાતના તમામ બાળકો અને યુવાનોને શિક્ષણ આપી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતના ખેડૂતો, ખેતી અને ગામડાઓનો ઉદ્ધાર કરી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતના તમામ પરિવારોને સારી આરોગ્ય સુવિધાઓ આપી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતના યુવાનોને રોજગાર આપી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતની માતાઓ-બહેનોને સુરક્ષા આપી શકે એવા હશે ? 
  • શું એ ગુજરાતને મોંઘવારીથી મુક્તિ અપાવી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતને કોમવાદ-જાતિવાદથી મુક્તિ અપાવી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતના લોકોને એના ટેક્સનું પૂરેપૂરું વળતર આપી શકે એવા હશે ?
  • શું એ ગુજરાતનો સર્વાગી વિકાસ કરી શકે એવા હશે ?

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *