ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી

Contact News Publisher

શ્રી પરશોત્તમ રૂપાલાએ ગુજરાતમાં રાષ્ટ્રીય નીમક સત્યાગ્રહ સ્મારક ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરના 400 પ્રતિષ્ઠિત સ્થળોએ કાર્યક્રમોનું આયોજન

ભારત સરકાર 11મી ઓગસ્ટ – 15મી ઓગસ્ટ, 2022 દરમિયાન હરઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષ હેઠળ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દેશભરમાં 400 પ્રતિષ્ઠિત સ્થળો પર આ કાર્યક્રમની ઉજવણી કરી રહી છે.

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અને વલસાડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (દૂધસાગર ડેરી)ના સહયોગથી ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ, ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા 12મી ઓગસ્ટ, 2022ના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રીય નીમક સત્યાગ્રહ મેમોરિયલ, દાંડી, નવસારી, ગુજરાત ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકારના કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ મહાનુભાવોની હાજરીમાં મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય નીમક સત્યાગ્રહ સ્મારક, દાંડી, ગુજરાત ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને શહીદો/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારના સભ્યોનું સન્માન કર્યું. કેન્દ્રીય મંત્રીએ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા માટે પણ પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે ગુજરાત સરકારે ઉત્સાહપૂર્વક તમામ વહીવટી અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *