ડમી કાંડ કરતા પણ મોટો ધડાકો : કોલેજે વિદ્યાર્થીઓને અલગ બેસાડીને ચોરી કરાવી

Contact News Publisher

જામનગરમાં નાઘેડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કોલેજની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2 ની બીકોમ ની પરીક્ષામાં કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બિન્દાસ ચોરી કરાવવામાં આવતી હતી. એકાઉન્ટ 2 ના પેપરમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ અપેક્ષિત અને ગ્રામર લઇ હોમિયોપેથીના એક ખાનગી રૂમમાં ચોરી કરી રહ્યા હતા.

જ્યારે રેગ્યુલર રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સીસીટીવી કેમેરા હેઠળ આપવામાં આવતી હતી. ત્યારે સવાલ એ છે કે, શુ આર્થિક લાલચના પગલે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી હતી ચોરી….? આવા શિક્ષણના દલાલો કોલેજ સંચાલકો વિરુદ્ધ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ…? કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે.

પરીક્ષામાં ગેરરીતિની વાત આવે એટલે સૌથી પહેલાં તમામ લોકોના મનમાં સરકારી ભરતીનો ખ્યાલ ઉપસે છે. એનું કારણ છે ભૂતકાળમાં અનેક વખત ફૂટેલાં પેપર અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ. પરંતુ સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સિવાય પણ એવા કાંડ થાય છે જેના પર ગંભીર રીતે લોકોનું ધ્યાન જતું નથી.

આ પ્રકારની સ્કૂલ-કોલેજોમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવાતી હોય છે જેના કારણે સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થાય છે. કેમ કે, ગેરરીતિ આચરનારાઓને પહેલેથી જ ચોરીકાંડ માટેનું તૈયાર પ્લેટફોર્મ મળે છે.

Exclusive News