કચ્છમાં નકલી બિયારણનો વેપલો! અમુક એગ્રોના દુકાનદારો બિલો પણ આપતા નથી

Contact News Publisher

કચ્છ જિલ્લામાં નકલી બિયારણના વેપલા સામે કાર્યવાહી કરવામાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં પોઢી રહ્યું છે. વાવેતરનો સમય થાય એટલે બિયારણના વિક્રેતાઓ દ્વારા નકલી બિયારણ ખેડૂતોને પાધરાવી દેવામાં આવે છે પરિણામે પાક નિષ્ફળ જતો હોય છે. કચ્છમાં પણ ચોક્કસ લોકો નકલી બિયારણ વેંચી રહ્યા છે. પરિણામે, સાચા વિક્રેતાઓને ભોગવવાનો વખત આવતો હોય છે. નકલી બિયારણની ખરીદી કર્યા બાદ પાક નિષ્ફળ જાય એટલે બીજી વખત બિયારણ ખરીદવાની ફરજ પડે છે. પરિણામે, કચ્છના ખેડૂતોને નુકશાની વેઠવી પડતી હોય છે.

કચ્છના અમુક ગામ શહેરોમાં આવેલ મોટાભાગના એગ્રોના દુકાનદારો બિયારણનું બિલ પણ આપતાં નાથી. જેના કારણે નકલી બિયારણ વેચનાર હાથ અઘૃધર કરી બચી જતા હોય છે. ત્યારે ખેતીવાડી ખાતાના અિધકારીઓ દ્વારા એગ્રોની દુકાનોમાં બિયારણની ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી માંગ છે. કચ્છ જિલ્લામા ખેડૂતો વાવેતર માટે બિયારણની ખરીદી કરતા હોય છે. પરંતુ ઘણી વખત બિયારણ નકલી નીકળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતો છેતરપીંડીથી બચે તે માટે લાયસન્સ ધારકો પાસેાથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ.