હવે જખૌ ભણી બિપોરજાેયનું સંકટ : કચ્છમાં ચિંતા

Contact News Publisher

બિપરજાેય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે થી ૬૯૦ કી.મી દૂર : વાવાઝોડા એ દિશા બદલતા સૌરાષ્ટ્ર કચ્છની ચિંતા વધી : ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આજથી ૧૫ મી જુન સુધી વાવાઝોડાની અસર દેખાશે.

 

અબડાસા, ભચાઉ, કંડલા, જખૌ, સહીતના વિસ્તારોમાં પ્રશાસન દ્વારા બેઠકોના દોર હાથ ધરાયા : જખૌ-કંડલા સહિતના કાંઠાળ પટ્ટામાં જાન-માલના નુકસાની ટાળવાની દીશામાં આગોતરા આયોજનને અપાતો ઓપ

ગાંધીનગર : ગુજરાતના દરિયાકાંઠેથી બિપરજાેય વાવાઝોડું ૬૯૦ કી.મી દૂર છે અને પ્રતિ કલાક ૧૩ કી.મી ની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડા એ દિશા બદલતા સૌરાષ્ટ્ર કચ્છની ચિંતા વધી છે. રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ સવારે આપવામાં આવેલા બુલેટીન અનુસાર બિપોરજાેય વાવાજાેડાએ દીશા ફરીથી બદલી છે અગાઉ તે ઉત્તર પૂર્વ દીશા તરફ આગળ વધી રહ્યુ હતુ પરંતુ હવે ઉત્તર પશ્ચિમ દીશાની વાટ પકડી છે અને તેના લીધે વાવાજાેડુ હવે કચ્છના જખૌ દરીયાઈ વિસ્તાર તરફ ત્રાટકે તેમ માનવામા આવી રહ્યુ છે. જેના પગલે ગુજરાત-કચ્છ-જૈખા વિસ્તારમાં સંકટ તોળાઈ રહ્યુ છે અને ચિંતા પણ પ્રશાસનની વધી જવા પામી છે. જાે કે, બીજીતરફ આ મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર કચ્છનુ પ્રશાસન આ વાવાજાેડાની જીરો કેજયુઆલીટી પ્લાન તૈયાર કરી રાખ્યો હોવાથી તેની અમલવારી કરાવવા તમામ મોરચે સજજ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.
આ મામલે મળતી વધુ વિગતો અનુસાર અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજાેય વાવાઝોડું તીવ્ર બનીને પ્રતિ કલાકે ૧૩ કી.મી ઝડપે આગળ વધી રહ્યું છે જે હાલ ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી ૬૯૦ કી.મી દૂર છે. વાવાઝોડા એ તેની દિશા બદલતા આગામી ૧૫ મી જુન સુધી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની અસર જાેવા મળશે. સ્ટેટ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વાવાઝોડા એ દીશા બદલતા સૌરાષ્ટ્ર અને કચ્છની ચિંતા વધી છે. વાવાઝોડા ના કારણે તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જાેવા મળશે અને તેના કારણે આગામી ૧૫ મી જુન સુધીમાં ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ૩૫ થી ૭૦ કી.મી ની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા છે તેમજ ભારે વરસાદ દરિયાકાંઠા વિસ્તારોમાં પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. બિપરજાેય વાવાઝોડા એ દિશા બદલતા અને ગુજરાતના દરિયાકાંઠેથી ૬૯૦ કી.મી દૂર હોય વાવાઝોડાના સંભવિત ખતરા ને ધ્યાનમાં રાખીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના તમામ જિલ્લા તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે અને દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારીના પગલાં લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે તેમજ સંભવિત કોઈપણ પડકારને પહોંચી વળવા માટેનું આગોતરું આયોજન ઘડી કાઢવા માટેની પણ જિલ્લા તંત્રોને સુચના આપવામાં આવી છે. અને કચ્છનુ પ્રસશાન જખૌ સહિતના વિસ્તારોમાં વાવાજાેડાની સભવિત અસરોની સામે સાબદું બનીને સતર્ક જ હોવાનુ હાલતુરંત જાણવા મળી રહ્યુ છે.

વાવાજાેડું જખૌ પર ત્રાટકશે? પ્રશાસન તમામ મોરચે એલર્ટ : પ્રાંત કક્ષાએથી બેઠકોના દોરનો ધમધમાટ તેજ

અબડાસાના દરિયાઈકાંઠાના ૧૪ ગામોને રખાયા છે એલર્ટ : જખૌ, અકરી, મોહાડી, પીંગલેશ્વર, સુથરી સહીતના ગામોના સરપંચની સાથે પ્રસાસને યોજી બેઠક : તલાટીને હેડકવાર્ટર ન છોડવાના અપાયા આદેશ : સેલ્ટર હોમમા તમામ સુવિધાઓ કરાઈ છે ઉપલબ્ધ, તટીય વિસ્તારમાં કાચા-પતરાવાળા ભયજનક બાંધકામો ઉતારવાની કામગીરી આજથી શરૂ થઈ ગઈ છે, માછીમારોને દરીયો ન ખેડવાની સુચના અપાઈ ગઈ છે : જરૂરીયાત અનુસાર એસડીઆરએફની ટીમો પણ જિલ્લાસ્તરથી ફાળવી દેવાશે : શ્રી રાઠોડ (પ્રાંત અધિકારી, અબડાસા)

ગાંધીધામ : બિપોરજાેય વાવાજાેડુ હવે તેની દીશા બદલી રહ્યુ છે અને હવે તે કચ્છના જખૌ તરફ ફંટાઈ રહ્યુ હોવાનુ અનુમાન હવામાન વિભાગે કરી દીધુ છે ત્યારે બીજીતરફ આ બાબતે અબડાસાના પ્રાંત અધિકારીશ્રી રાઠોડની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, વાવજાેડુ અબડાસાના જખૌ તરફ આવે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે દર્શાવી છે. અને આ બાબતે અબડાસામાં પ્રશાસન તમામ મોરચે સજજ છે. તેઓએ કહ્યુ કે, વાવાજાેડાની સામે સૌ પ્રથમ તો જીરો કેજયુઆલીટી પ્લાન જ અમે તૈયાર રાખેલો છે. અને લોકોના જાન-માલને નુકસાન ન થાય તે અમારી પ્રાથમિકતા છે. આ માટે ગઈકાલે જખૌ, અકરી,માહોડી, પીંગલેશ્વર, સુથરી સહિતના ગામના સરપંચોની સાથે મામલતદાર તથા ટીડીઓ કક્ષાએ બેઠકો યોજવામા આવી છે અને તેકદારી, સાવચેતીના પગલાઓ બાબતે ચર્ચા વિચારણા કરવામા આવી છે. આ ઉપરાંત દરીયાઈ વીસ્તારમાં પતરા સહિતના અન્ય કાચા બાંધકામો દેખાય છે તેને દુર કરવાની કામગીરી આજથી શરૂ કરી દેવામા આવી છે. તલાટીઓને પણ હેડકવાર્ટર ન છેાડવાની સુચના આપવામાં આવી ગઈ છે. ઉપરાંત શેલ્ટર હોમ માટે સમાજવાડીઓ તથા શાળાઓને રિઝર્વ રાખી અને તેમાં જરૂરી માળખાગત સુવિધાઓ પણ ઉપબલ્ધ કરાવી દેવાઈ હોવાનુ શ્રી રાઠોડે જણાવ્યુ હતુ. સ્થળાંતર માટેની હાલતુરંત કોઈ જ આગોતરી સુચનાઓ મળવા પામી નથી પરંતુ તે છતાય તંત્ર દ્વારા જરૂરીયાત જણાશે તો તમામ તેયારીઓ આ માટેની પણ પૂર્ણ કરી લીધી છે.

માંડવી બીચ પર બેરીકેટ મુકાયા

માંડવી બંદર પર પ્રવાસીઓ સહીતનાઓને પ્રવેશ નિષેધ માટે અગમચેતીના ભાગરૂપે બેરીકેટ આડશ મુકી દેવાઈ છે, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે જે ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

જાે જાે.૧૯૯૮ના વાવાજાેડા વખતે તત્કાલીન કલેકટર મુકેશપુરી જેવો તાલ ન થઈ જાય.!

ગાંધીધામ : કુદરતી આફત હમેશા અણધારી જ ફંટાતી હોય છે. વિજ્ઞાન અને સાધન સજજતા અગાઉના પ્રમાણમાં હવે વધી છતા પણ કુદરતને આંબવુ કપરૂ જ બની રહેતુ હોય છે. કચ્છમાં હાલમા બિપોરજાેય વાવાજાેડાની આફત તોડાઈ રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જખૌ પર વાવાજાેડુ ટચ થાય તેવી આગાહી કરાઈ છે પરંતુ વાવાજાેડુ જખૌ ઉપરાંત કંડલાને પણ ધમરોળી શકે તેવી શકયતાઓ પણ નકારવી જાેઈએ નહી. તેનો દાખલો ૧૯૯૮નું કંડલા વાવાજાેડું કહી શકાય તેમ છે. જાણકારો કહી રહ્યા છે કે, ૯૮ના વાવાજાેડામાં તે વખતના કલેકટર શ્રી મુકેશપુરી અબડાસા વીસ્તારમાં જ વધુ ધ્યાન આપ્યુ હતુ અને કંડલામાં એટલુ ધ્યાન ન હોતુ આપ્યુ પછી કંડલામાં વધુ નુકસાન વાવાજાેડાએ કરી દીધુ અને આખોય વિષય હાઈકોર્ટમાં ફરીયાદ સ્વરૂપે પહોચી ગયો હતો. મહામહેનતે તે પ્રકરણમાથી તત્કાલીન કલેકટર મુકેશપુરી દુર થયા હતા. તો આ વાતને પણ હાલના અધિકારીઓ ધ્યાનમા રાખે અને સમાતંર રીતે બધેય પુરતુ ધ્યાન આપે તે જરૂરી બની રહ્યુ છે.

તો કંડલામાં કાર્ગાે સહિતની મુવમેન્ટ પર આવશે બ્રેક ઃ હાલમાં બધુય રાબેતામુજબ

બિપોરજાેય વાવાઝોડાના સંકટની સામે ડીપીએ-કંડલા પ્રશાસનનો ડીજાસ્ટર પ્લાન તૈયાર : સોને રખાયા છે એલર્ટ

ગાંધીધામ : બિપોરજાેય વાવાજાેડુ અતિ તીવ્ર બને તેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે. આગામી તા.૧રમી સુધીમાં આ વાવાજાેડુ તેનુ રોદ્રસ્વરૂપ દેખાડી શકે તેમ માનવામા આવી રહ્યુ છે ત્યારે દેશના સૌથી મોટા બંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલાના પીઆરઓને આ વાવાજાેડાની સામેની તૈયારીઓ તથા હવે આ વાવાજાેડુ કચ્છ તરફ આગળ વધી રહ્યુ હોવાનુ અનુમાન સામે આવ્યુ છે ત્યારે વિશેષ તકેદારીઓ અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, ડીપીએ-કંડલા વાવાજાેડાની સામે સતર્ક છે. ડીજાસ્ટર પ્લાન તૈયાર કરી લેવાયો છે. સૌને એલર્ટ કરી દેવાયા છે. હાલતુરંત બે નંબરનુ જ સિગ્નલ લગાવાયુ છે. જાે એ સિગ્નલ ચાર અને પાંચ પર પહોચશે તો બંદર પરનો કાર્ગાે અને શીપીંગ મુવમેન્ટ સહિતનુ બધુ જ બંધ કરી દેવામા આવશે તેની પણ તૈયારીઓ રાખવામા આવી છે. હવામાન વિભાગની સાથે અમે સતત સપર્કમાં જ રહેલા છીએ તેવુ ડીપીએના પીઆરઓએ આ તબક્કે જણાવ્યુ હતુ.

કચ્છને એસડીઆરએફની ટીમ ફાળવાઈ

ભુજ : અરબ સાગરમાં સર્જાયેલા બિપોરજાેય ચક્રવાતની સંભાવિત અસર કચ્છના દરિયાકાંઠે થવાની સંભાવના વચ્ચે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યો છે. ડિઝાસ્ટર મામલતદાર કલ્પનાબેને ‘કચ્છ ઉદય’ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી કચ્છ જિલ્લાને એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે, જે આજે સાંજ સુધી કચ્છ પહોંચે તેવી સંભાવના છે.

સંભવિત વાવાઝોડા સામે રક્ષણ અને બચાવ માટેની તંત્રની પૂર્વ તૈયારીઓ

કચ્છ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

ભુજ : ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ  દ્વારા  પ્રસિધ્ધ બુલેટિન મુજબ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન સર્જાવાથી “Biparjoy (બીપોરજોય)” સાયક્લોનની સંભાવના વ્યકત કરવામાં આવેલી છે. જે મુજબ સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. આવા સંજોગોને ધ્યાને લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ આગામી તા.૧૫/૦૬/૨૦૨૩ સુધી કલેક્ટરશ્રી, કચ્છની પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવે છે. તેમ કરવામાં ચૂક થયેથી સંબંધિત અધિકારીશ્રી/કર્મચારીશ્રી વિરુધ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ દ્વારા જણાવવામાં આવ્યું છે.