છેલ્લા 50 દિવસમાં જ સૌરાષ્ટ્રમાંથી ઝડપાયા 7 આતંકીઓ, 40 હજાર કરોડનું ડ્રગ્સ પણ જપ્ત, જાણો કયા-કયા શહેર સાથે હતું કનેક્શન

Contact News Publisher

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સાથે હવે આતંકીઓનો આતંક પણ સામે આવ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં 7 આતંકીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 7 વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 40 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આંતકીઓ વિશે વાત કરીએ તો રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરાયા પહેલા પોરબંદરમાંથી ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકીઓ સાથે સતત સંપર્કમાં રહેતી મહિલા આતંકીને પણ સુરતથી ઝડપી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 50 દિવસમાં જ 7 આતંકીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત કરવાની જરૂર છે.

ગુજરાત ATSએ આતંકી સંગઠનનો કર્યો હતો પર્દાફાશ
આ મામલે વિગતવાર વાત કરીએ તો 9 જૂન 2023ના રોજ ગુજરાત ATSએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામં આવી હતી.

એક મહિલા સહિત 4ની કરાઈ હતી ધરપકડ
જે બાદ ગુજરાતના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો ISKP સાથે સંકળાયેલા છે.

11 thoughts on “છેલ્લા 50 દિવસમાં જ સૌરાષ્ટ્રમાંથી ઝડપાયા 7 આતંકીઓ, 40 હજાર કરોડનું ડ્રગ્સ પણ જપ્ત, જાણો કયા-કયા શહેર સાથે હતું કનેક્શન

  1. Pingback: lawyer phuket
  2. Pingback: look here
  3. Pingback: Bau14c
  4. Pingback: cornhole boards

Comments are closed.