યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ

Contact News Publisher

જો તમે પણ વર્ક ફ્રોમ હોમ  અથવા ઓનલાઈન નોકરી શોધી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. એવું ન થાય કે તમે છેતરપિંડીનો શિકાર બની જાઓ. ઠગ લોકો જુદી-જુદી પદ્ધતિ દ્વારા લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં લોકોને મેસેજ આવે છે કે યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ. યુટ્યુબ પર વીડિયો લાઈક કરવાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે.