મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ, ખેતી પાકોને જીવતદાન મળશે

Contact News Publisher

વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં વરસાદ નોંધાયો  અરવલ્લીના મોડાસા અને ધનસુરા વિસ્તારમાં વહેલી સવારના અરસા દરમિાન વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ખેડૂતોને કેટલેક અંશે રાહત સર્જાઈ હતી. ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોને માટે ઉભો પાક મૂરઝાઈ રહ્યાની ચિંતા સતાવી રહી હતી.મોડાસ અને ધનસુરા વિસ્તારમાં મગફળી અને કપાસના પાકનુ વાવેતર કરનારા ખેડૂતોને માટે ચિંતા વધી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસો વરસાદ વિના પાક મૂરઝાવા લાગ્યો હતો. પરંતુ હાલમાં જે રીતે વરસાદી ઝાપટા વહેલી સવારે વરસ્યા છે, તેનાથી કેટલાક વિસ્તારમાં કેટલાક અંશે રાહત સર્જાઈ હતી. ખેડૂતોને માટે પાકમાં જીવતદાન સ્વરુપ વરસાદ વરસ્યો છે.