સુરતમાં 4 કરોડના ચરસ સાથે 3 ઝડપાયા

Contact News Publisher

સુરતઃશહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. (Surat Drugs) જે અંતર્ગત થોડા સમય અગાઉ હજીરાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાને બે યુવકો દ્વારા દરિયા કિનારે અવાવરૂ જગ્યાએ દાટી દઈને બાદમાં અન્ય સાથે મળીને વેચાણ માટે લાવવાનું શરૂ કરાયું જે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. પકડાયેલ આરોપીઓમાં એક આરોપી હજીરામાં તથા બીજો અદાણીમાં નોકરી કરે છેઆ આરોપી હત્યા સહિત અન્ય બે ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે.