પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને 80 હજારની છેતરપિંડી આચરી

Contact News Publisher

અટલાદરા માધવનગર વુડાના મકાનમાં રહેતા ઉષાબેન યોગેશભાઈ વણકરએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા પતિ યોગેશભાઈ ભાયલી ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઓગસ્ટ 2023 માં મારા પતિના નોકરીના સ્થળે દિગેશ સુરેશભાઈ રાઠોડ રહેવાસી હરી સ્મૃતિ બંગ્લોઝ કરમસદ આણંદ હાલ રહેવાસી તુલજા સોસાયટી તાલુકો પાદરા વારંવાર બેસવા માટે આવતો હતો તેથી તેની સાથે ઓળખાણ થઈ હતી. દિગેશએ મારા પતિને જણાવ્યું હતું કે મારે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનની વહેંચણી કરતા અધિકારીઓ સાથે સારી ઓળખાણ છે તમારે કોઈને મકાન જોઈતું હોય તો મને કહેજો સસ્તામાં અપાવીશ. તેણે અમારી પાસે મકાનના એડવાન્સ પેટે 5000 રૂપિયા લીધા હતા. અમે આપેલા ચેકમાં 75,000 રૂપિયા ભરી દિગેશેએ તેના વ્યક્તિગત એકાઉન્ટમાં જમા કરાવી દીધો હતો. ત્યારબાદ તેણે મારા પતિના નોકરીના સ્થળે આવવાનું બંધ કરી દીધું હતું. દિગેશે ત્યારબાદ અમારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.