ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો

Contact News Publisher

ગુજરાતમાં હવે સાયબર એટેકનો ખતરો સામે આવ્યો છે. હાલમાં જ મળેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં મોટા ભાગના વેબસાઇટ અને કંપનીઓના પૉર્ટલ પર નાઇઝિરયન હેકર્સની નજર છે, અને આ હેકર્સ ગુજરાત પર સાયબર હુમલો કરીને ડેટા સાથે છેડછાડ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદની 250 અને રાજ્યની 500 વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ નાઇઝિરયન હેકર્સ દ્વારા કરવામાં આવ્યો છે, આ નાઇઝિરયન હેકર્સે તાજેતરમાં જ ખાનગી કસ્ટમર કેર પૉર્ટલ પર બિભત્સ લખાણ લખીને ડેટા સાથે છેડછાડ કરી છે, એટલુ જ નહીં 14 સરકારી વેબસાઇટ પર વાયરસ પણ ત્રાટક્યો હોવાની વાત પણ મળી છે. ખાસ વાત છે કે, અમદાવાદની 250 અને રાજ્યની 500 કંપનીઓના વેબસાઇટ હેક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે કંપનીઓને એલર્ટ કરી દીધી છે.

ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સને વધુ એક ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સને નિશાન બનાવી રહ્યા છે. હાલમાં જ આ માહિતી સામે આવી છે, જેમાં ખુલાસો થયો છે કે, હેકર્સ ભારતમાં લોકપ્રિય કેટલીક એપ્સ જેવી જ ફેક એપ્સ બનાવીને ભારતીય યૂઝર્સના ફોનમાં વાયરસ ફેલાવી રહ્યા છે અને પછી તેની જાસૂસી કરી રહ્યા છે. જો તમે આ પાકિસ્તાની હેકર્સથી બચવા માંગો છો, તો અમે તમને તેમના વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ, કે કેવી રીતે પાકિસ્તાની હેકર્સ ભારતીય એન્ડ્રોઇડ યૂઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે અને કેવી રીતે તેઓ તેમની પર્સનલ ડિટેલ્સ ચોરી રહ્યા છે.

પાકિસ્તાની હેકર્સ ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ CapraRATની મદદથી ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં ઘૂસણખોરી કરી રહ્યા છે, જેમાં હેકર્સ યુટ્યુબ જેવી જ ફેક એપ બનાવીને ભારતીય એન્ડ્રોઈડ યૂઝર્સના મોબાઈલમાં CapraRAT ઈન્સ્ટૉલ કરી રહ્યા છે અને ત્યારબાદ તેમની પાસે એન્ડ્રોઇડ મોબાઇલનો રિમૉટ એક્સેસ આવી જાય છે.

પાકિસ્તાની હેકર્સનું એક ગૃપ કાશ્મીર મુદ્દાઓ સાથે સંકળાયેલા લોકો અને CapraRAT મોબાઇલ રિમૉટ એક્સેસ ટ્રૉજન દ્વારા પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર માનવાધિકારનું કાર્ય કરતા કાર્યકરો વિરુદ્ધ જાસૂસી કરી રહ્યું છે. સુરક્ષા સંશોધક એલેક્સ ડેલામૉટના જણાવ્યા અનુસાર, CapraRAT એક અત્યંત આક્રમક માલવેર છે, જે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઘૂસી જાય છે અને તમામ ડેટાની ચોરી કરે છે.