ઉકાઈ ડેમની સપાટી ભયજનક લેવલથી માત્ર 1 ફૂટ જ દૂર, હાલ આવે તેટલું છોડાઈ રહ્યું છે પાણી

Contact News Publisher

સુરતમાં ગત મોડીરાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે બપોર સુધી શહેરના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ આજે ઉકાઈના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતાં ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 344.06 ફૂટ સુધી પહોચી ગયી હતી. હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 63354 ક્યુસેક સામે એટલું જ પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઇ ડેમ સતત 5મા વર્ષે 100 ટકા ભરાશે.

ઉકાઇ ડેમ સતત 5મા વર્ષે 100 ટકા ભરાશે. આજે બપોરે ૧૨ કલાકે ડેમની સપાટી ૩૪૪.૦૬ ફૂટ પહોચી હતી ડેમમાં પાણીની આવક ૬૩૩૫૪ કયુસેક અને જાવક પણ તેટલી જ નોંધાઈ હતી, ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે, જેના પગલે હાલ ઉકાઈ ડેમની સપાટી ભયજનકથી માત્ર એક ફૂટ જ દૂર રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમ 345 ફૂટ સુધી ભરવામાં આવશે તો સતત પાંચમા વર્ષે સંપૂર્ણ ભરાશે. ઉકાઈ ડેમ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવા માટે પુરતું પાણી મળી રહે છે.ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં કોઝવેની સપાટી પણ વધી હતી, આજે બપોરે ૧૨ કલાકે સુરતમાં આવેલા કોઝવેની સપાટી ૭.૪૪ મીટર નોંધાઈ હતી, કોઝવે ઓવરફલો હોવાથી હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે અને ૬ મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે.