વડોદરાની દુષ્કર્મ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો, આખરે સરકારને દત્તક આપી દેવામાં આવી

Contact News Publisher

અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાત માટેના કેટલાક કિસ્સા થોડા સમયમાં આવ્યા હતાં. ત્યારે હાઈકોર્ટમાં વડોદરાની દુષ્કર્મ પીડિત સગીરાના ગર્ભપાત માટેની અરજી કરવામાં આવી હતી. જજ સમીર દવેની કોર્ટમાં રજૂ કરવામાં આવેલી આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પ્રમાણે 24 સપ્તાહ સુધીના ગર્ભમાં જ ગર્ભપાત માટે મંજૂરી મળે છે. કોર્ટે સગીરાની મેડિકલ તપાસ માટે SSG હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને ડૉકટરોની પેનલ દ્વારા તાત્કાલિક શારીરિક અને માનસિક તપાસના આદેશ આપ્યા હતા.  પીડિતાનો મેડિકલ અને કાયદાકીય રીતે ગર્ભપાત કરી શકાય નહિ. ત્યાર બાદ સગીરાના પિતા પણ પોતાની દીકરીની ડિલિવરી માટે તૈયાર થયા હતા. આખરે સગીરાએ પુત્રીને જન્મ આપ્યો હતો, જેને સરકારને દત્તક આપી દેવાઈ હતી. આ કેસમાં મેડિકલ તપાસમાં પીડિતાની શારીરિક ઉંમર 18થી 20 વર્ષ બતાવાઈ હતી. પીડિતા ગર્ભપાતને લઈ ડિપ્રેશનનો સામનો કરતી હતી. તે પોતાના ગર્ભને રાખવા માગતી હતી, તેને સારવાર માટે ICUની સગવડ વાળા સ્થાને રાખવા જણાવાયું હતું