ઉજ્જેનમાં 12 વર્ષની છોકરીને રેપ કરીને અર્ધ નગ્ન છોડનાર રિક્ષાવાળો થયો ઘર વગરનો

Contact News Publisher

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સગીર બાળકી પર બળાત્કારના આરોપી ભરત સોનીનું ઉજ્જેનમાં આવેલું ઘર તોડી પાડવામાં આવ્યું છે. નગર પાલિકાની ટીમ બુધવારે બુલડોઝર લઈને પહોંચી હતી અને આરોપીઓનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. એમપીના સતનાથી ઉજ્જેનમાં આવેલી 12 વર્ષની બાળકી પર ભરત સોનીએ રેપ કર્યો હતો અને તેને અર્ધ નગ્ન છોડી મૂકી હતી. યુવતી લોહીથી લથપથ રસ્તા પર રખડતી જોવા મળી હતી. આ કેસમાં 72 કલાકની સઘન તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ભરત સોની તરીકે થઈ હતી. આરોપી વ્યવસાયે ઓટો ડ્રાઇવર છે.