આકાશી આફત બાદ હવે ‘દેવનગરી’ પર જમીની આફત, ઉત્તરકાશીમાં 3 દિવસમાં બે વાર ભૂકંપ

Contact News Publisher

ઉત્તરાખંડ ના ઉત્તરકાશી માં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મપાઈ હતી. જોકે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનના અહેવાલ મળ્યાં નથી.ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે દિલ્હી એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ સમયે પણ ઉત્તરકાશીમાં ધરાં ધ્રૂજી હતી. ત્યારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી. ત્યારે ભૂકંપ રાજધાની દહેરાદૂન સહિત શ્રીનગર, ઉત્તરકાશી, ટિહરી અને કુમાઉ મંડલમાં અનુભવાયો હતો. તે સમયે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નેપાળમાં હતું.