વડોદરાના લક્ષ્મીપુરામાં ડુપ્લેક્સ ભાડે રાખી કુટણખાનું ચલાવતી બે મહિલા પકડાઈ

Contact News Publisher

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં બે મહિલાઓ કુટણખાનું ચલાવી રહી હોવાની વિગતોને પગલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડ્યો હતો.લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા આરાધ્યા ડુપ્લેક્સમાં બે મહિલાઓ બહારથી કેટલીક યુવતીઓને બોલાવી દેહના સોદા કરતી હોવાની વિગતો મળતા મહિલા પીઆઈ સહિતની ટીમે દરોડો પાડયો હતો. જે દરમિયાન એક યુવતી મળી આવતા તેની પાસે બંને મહિલાઓ દ્વારા રૂપિયાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની વિગતો ખુલી હતી.

પોલીસે શાંતાબેન પરસોત્તમભાઈ પટેલ (ત્રિવિક્રમ આનંદવન કોમ્પ્લેક્સ,રિફાઇનરી રોડ,સુભાનપુરા) અને આશા સુનિલભાઈ મૌર્ય(હાલ સાંગમા ગામ, પાદરા મૂળ ક્વાર્ટર,પાણીગેટ) ની અટકાયત કરી હતી