ગરબા રમતા-રમતા 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો UK

Contact News Publisher

બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે.

28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત 

સુરતમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા 28 વર્ષના રાજ મોદી નામના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. એકના એક પુત્રના અકાળે અવસાથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતકના મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે પણ જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબા રમતાં-રમતાં યુવકના મોત થયાની ઘટના સામે આવી ચૂકી છે.

ગરબા રમતી વખતે આવ્યો હતો એટેક

મળતી માહિતી અનુસાર, સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો