કાનપુરની પોશ એરિયાની હોટલમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

Contact News Publisher

યુપીના કાનપુરમાં અઠવાડિયામાં બીજી વાર પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન કાનપુરના ફીલખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોલ રોડ પર સ્થિત હોટેલ રોયલ ગેલેક્સીમાં ચાલતું સેક્સ રેકેટ પોલીસને મળી આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કોલ ગર્લ્સ સહિત સાત લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોટલ માલિક, બે દલાલો, એક ગ્રાહકનો સમાવેશ થાય છે.