ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે ઠગબાજોએ કર્યો છેતરપિંડીનો પ્રયાસ

Contact News Publisher

ગુજરાતના નવસારી અને નડીયાદમાં સી.આર પાટીલના નામે ઠગાઇનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતાઓ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે અજાણ્યા ઠગબાજોએ છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નેતાઓએ જાણકારી આપી છે.  અજાણ્યા ઠગબાજે પ્રદેશમંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. જે બાદ રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. દાળમાં કંઈક કાળુ લાગતા શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમના ત્યાંથી આવું કોઈ પાર્સલ ન મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે.