દિલ્હીમાં વધુ એક કંઝાવાલા જેવી ઘટના, કાર લૂટ્યા બાદ ડ્રાઈવરને 200 મીટર ઢસડ્યો, થયું મોત

Contact News Publisher

દિલ્હીમાં ફરી એક વખત કંઝાવાલા જેવી ઘટના બની છે. દિલ્હીમાં મોત બનીને દોડી રહેલી કારે રસ્તા પર યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. આ હેવાનિયત બાદ યુવકનું મોત થઈ ગયુ છે. આ ઘટના દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં બની હોવાની માહિતી મળી રહી છે. મૃતક વ્યક્તિનું નામ બિજેન્દ્ર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 43 વર્ષીય બિજેન્દ્ર પટેલ વ્યવસાયે એક ટેક્સી ડ્રાઈવર હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાત્રીના સમયે કેટલાક લૂંટેરાઓએ બિજેન્દ્ર પરથી તેની કાર લૂંટી લીધી હતી. બિજેન્દ્રએ પોતાની સાથે થયેલી લૂંટનો વિરોધ કર્યો. કાર લૂટ્યા બાદ જ્યારે ગુનેગારો ત્યાંથી ભાગવા લાગ્યા તો તેમનો વિરોધ કરતા બિજેન્દ્ર પોતાની કાર પર લટકી ગયા પરંતુ ગુનેગારોએ કાર ન રોકી અને લગભગ 200 મીટર સુધી તેમને ઢસડીને લઈ ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બિજેન્દ્ર કાર સાથે લટકી ગયા છે અને ગુનેગારો રસ્તા પર તેમને ઢસડી રહ્યા છે.