ગાઝામાં મૃત્યુઆંક 1200 થયો, 338,934 બેઘર, વીજળી-પાણીનું ગંભીર સંકટ

Contact News Publisher

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ  ભીષણ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના  ઠેકાણાઓને નિશાન બનાવીને મોટાપાયે હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા આ દરમિયાન હવાઈ, દરિયાઈ અને જમીનથી સતત હુમલા કરાઈ રહ્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં  ગાઝાનું શાસન કરતાં આતંકી સંગઠન હમાસને નિશાન બનાવતાં 1200થી વધુ મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમાં બેઘર થઈ ચૂકેલાં ગાઝાવાસીઓની સંખ્યા 338,934 પર પહોંચી ગઈ છે. તેમાં ફક્ત 24 કલાકમાં 30  ટકાની વૃદ્ધિ થઈ છે.