ચૂંટણી ચેકિંગમાં પોલીસે શટર ઉઠાવ્યું તો અંદર સેક્સ માણતા ઝડપાયા છોકરા-છોકરીઓ, કપડાં વગર ભાગ્યાં

Contact News Publisher

રાજસ્થાનમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. રાજસ્થાનમાં ગઈ કાલે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણીની સિઝનમાં સરહદીય જિલ્લા બાડમેરમાં સ્પાની આડમાં ચાલતું એક કૂટણખાનું ઝડપાયું છેબાડમેરમાં ચૂંટણી ચેકિંગમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. મોડી રાત્રે પોલીસે આવા જ એક સ્પા સેન્ટરનો દરવાજો ખખડાવ્યો હતો અને પોલીસે શટર ઊંચું કરીને નજર નાખી તો કેટલાક છોકરા અને છોકરીઓ શરીરસુખ માણી રહ્યાં હતા. આ જોઈને પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે અહીં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. પોલીસને જોઈને છોકરા-છોકરીઓ ભાગવા લાગ્યાં હતા. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને કેટલીક યુવતીઓની ધરપકડ પણ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.