CM અશોક ગેહલોત અને સચિન પાયલટને પહેલા ઝાટકે મળી ગઈ ટીકિટ

Contact News Publisher

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 33 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટનું નામ પણ સામેલ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગોવિંદસિંહ ડોટાસરા લચમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. પોતાની પહેલી યાદીમાં કોંગ્રેસે પાંચ મંત્રીઓને જગ્યા આપી છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો ઝગડો માંડ શાંત પડ્યો છે. તેઓ અવારનવાર ઝગડતા હોય છે અને તેમની વચ્ચેનો વિવાદ ઘણી વાર જાહેરમાં આવી ચૂક્યો છે.