સીરિયા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક, બે મોટા એરપોર્ટ પર કર્યો રોકેટ મારો, હમાસ લડાઈમાં કેમ કર્યો દુરનો એટેક

Contact News Publisher

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે વધુને વધુ આક્રમક બની રહ્યું છે. ઈઝરાયલે હવે તેના દુશ્મન દેશોને પણ નિશાન બનાવવાનું શરું કર્યું છે. ગુરુવારે ઈઝરાયલે સીરિયાના બે મોટા એરપોર્ટ દમાસ્કસ અને અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટને રોકેટથી નિશાન બનાવ્યાં હતા. ઈઝરાઈલના રોકેટમારમાં આ બે મોટા એરપોર્ટને નુકશાન પહોંચ્યું હતું. આ હુમલાઓમાં ઈરાનના હથિયારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની આશંકા છે. ઈઝરાયેલી સૈન્યએ દમાસ્કસ અને અલેપ્પો એરપોર્ટ પર હુમલાની પુષ્ટિ કરી હતી.

સીરિયાની સેનાએ આ બંને હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલેપ્પો એરપોર્ટ પર ઇઝરાઇલી હુમલામાં નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

ગુરુવારે ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો છઠ્ઠો દિવસ છે.  પેલેસ્ટાઇનના સશસ્ત્ર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તેમને ઇઝરાયેલ સામે લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 5 મિનિટમાં 5 હજાર રોકેટ છોડ્યાં હતા અને ત્યાર બાદ હમાસના આતંકીઓ ઈઝરાયલમાં ઘુસી ગયા હતા.

1 thought on “સીરિયા પર ઈઝરાયલની એર સ્ટ્રાઈક, બે મોટા એરપોર્ટ પર કર્યો રોકેટ મારો, હમાસ લડાઈમાં કેમ કર્યો દુરનો એટેક

Comments are closed.