INDvsPAK મેચને લઈ અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા

Contact News Publisher

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચમાં દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. આવતીકાલે લાખોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.