ભારત પાકિસ્તાન મેચમાં ગુલાબી કલરનો ખાસ મતલબ, આખરે પિન્ક બોર્ડનું શું છે કનેક્શન

Contact News Publisher

ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચ આ સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે. મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોઈને ફેન્સ સ્ટેડિયમમાં ઉત્સવ મનાવી રહ્યાં છે. ત્યારે હાલમાં સ્ટેડિયમમાં સૌથી વધારે 2 કલર દેખાઈ રહ્યાં છે. એક છે ભારતીય જર્સીનો બ્લૂ રંગ અને બીજો છે પિંક કલરનાં પોસ્ટર્સ. સોશિયલ મીડિયા પર લોકો સતત સવાલ કરી રહ્યાં છે કે આખરે ભારત-પાકિસ્તાનની મેચમાં ગુલાબી રંગનો શું કનેક્શન છે.

એક લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં મેચ જોઈ રહ્યાં છે જેમાં 2 રંગનાં પટ્ટા દેખાઈ રહ્યાં છે.  પહેલો રંગ તો ભારતીય ટીમની જર્સીનો વાદળી રંગ છે. જ્યારે બીજો ગુલાબી રંગ ICC વર્લ્ડકપ સાથે સંબંધિત છે. આ વખતે ICCએ વર્લ્ડકપનો જે લોગો જાહેર કર્યો છે તેમાં ગુલાબી રંગનો સૌથી વધારે પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે અંપાયરથી લઈને સ્ટંપ અને ટીવી પર ચાલી રહેલા સ્કોરબોર્ડ પર પણ ગુલાબી રંગ છે.

ICCએ આ વખતે વર્લ્ડ કપનાં લોકોને નવરસ થીમ જણાવી છે. નવરસ ભારતીય સંસ્કૃતિનો જ એક રૂપ છે જેમાં નવ રંગ હોય છે અને દરેક રંગ એક ભાવ પ્રદર્શિત કરે છે. આ નવરસમાં ગુલાબી રંગનું ખાસ મહત્વ હોય છે. તેથી આ વખતે વર્લ્ડ કપ 2023માં તમને દરેક બાજુ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે.