અમદાવાદના મોદી સ્ટેડિયમના માહોલથી પાકિસ્તાનને વાંધો, કહ્યું ICC નહીં BCCIની ઈવેન્ટ હોય તેવું લાગતું હતું કારણ કે ત્યાં કોઈ..

Contact News Publisher

ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ સતત આઠમી વખત છે જ્યારે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ICC ઇવેન્ટ નહીં પણ BCCIની ઇવેંટ હોય એવું લાગ્યું
પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ હાર પચાવી શકતો નથી. મેચ બાદ તેણે બીસીસીઆઈ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે આઈસીસી ટૂર્નામેન્ટ જેવું નહતું લાગતું. મિકી આર્થરે કહ્યું કે આ ટૂર્નામેન્ટને જોતા એવું લાગે છે કે આ કોઈ દ્વિપક્ષીય શ્રેણી છે. ‘સાચું કહું તો, તે ICC ઇવેન્ટ જેવું લાગતું ન હતું લાગતું પણ એવું લાગી રહ્યું હતું કે BCCIની ઇવેંટ હોય. મેચ દરમિયાન મેં માઈક્રોફોન દ્વારા મને દિલ દિલ પાકિસ્તાન સાંભળવા નહતું મળ્યું. આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે.’

આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે
આર્થરે વધુમાં કહ્યું કે, ‘આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હું તેનો બહાનું તરીકે ઉપયોગ કરીશ નહીં, હકીકતમાં, 1 લાખ 32 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર થોડા જ પાકિસ્તાની પ્રશંસકો જોવા મળ્યા હતા. બ્લૂ જર્સી પહેરેલા ભારતીય ચાહકોથી સ્ટેડિયમ ભરચક હતું. પાકિસ્તાન તરફથી માત્ર થોડા પત્રકારો અને કેટલાક ખાસ લોકોને મેચ જોવા માટે વિઝા આપવામાં આવ્યા હતા.’

ODI વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. જ્યારે પાકિસ્તાની ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

1 thought on “અમદાવાદના મોદી સ્ટેડિયમના માહોલથી પાકિસ્તાનને વાંધો, કહ્યું ICC નહીં BCCIની ઈવેન્ટ હોય તેવું લાગતું હતું કારણ કે ત્યાં કોઈ..

Comments are closed.