અમદાવાદમાં પોલીસનો તોડકાંડ, ફાઈનલ જોવા આવેલા યુવાન પાસેથી ખંખેર્યા 20 હજાર

Contact News Publisher

અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કરતો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો તોડ કર્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીથી  મેચ જોવા આવેલા કાનવ નામનો યુવક નાના ચિલોડા પાસે દારૂની બોટલ સાથે પકડાતા પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ યુવકને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ તેની પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.