પ્રથમવાર 3 હજાર, બીજી વાર 4500, ત્રીજી વાર 6 હજાર…. હવેથી રાજકોટમાં રખડતા ઢોર પકડાશે તો 3 ગણો દંડ

Contact News Publisher

રાજકોટમાં રખડતા પશુઓએ અગાઉ અનેકવાર કેટલાય લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ હવે રાજકોટમાં રખડતા પશુઓ પકડાશે તો 3 ગણો દંડ થશે. નોંધનીય છે કે, પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.3 હજારના દંડની જોગવાઈ છે. આ સાથે હવે જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે.