મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આજરોજ દહેગામ તાલુકામાં એસટી ડેપો થી તાલુકા પાંચાયત સુધી કળશ યાત્રા કાઢવામાં આવી

Contact News Publisher

મારી માટી મેરા દેશ દરેક જિલ્લાઓમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે દહેગામ ખાતે આજ રોજ જેમાં માનનીય સંસદ સભ્ય હસમુભાઈ પટેલ માનનીય ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ – સભ્ય હરિભાઈ પટેલ,તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત પ્રમુખ,BSF અઘિકારી, તાલુકા વિકાસ અધિકારી પી.જે. મહીડા સહિત તાલુકા પંચાયત કચેરી કર્મચારી,તલાટી શ્રી,ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો,આંગણવાડી કાર્યકર તેમજ અન્ય અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જેમાં 91 ગામમાંથી કળશમાં માટી લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ માં નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર ના યુવા સ્વયંમ સેવક મંથન શાહ તેમજ નેહરુ યુવા કેન્દ્ર ગાંઘીનગરના 100 થી વધારે યુવાનો,આંગણવાડી કાર્યકર અને સીમા સુરક્ષા બળના જવાન જોડાયા હતા. આ કાર્યક્રમમા આશરે 700 થી વધારે લોકો જોડાયા હતા.

 

રિપોર્ટર અમિત પટેલ દહેગામ